GMERS મેડિકલ કોલેજના મેદાનમાં બનેલ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધ કરી.
મોરબીમાં ખાનગી સિકયુરિટી કંપનીમાંથી મોરબી GMERS મેડિકલ કોલેજમાં સિક્યુરિટી સુપરવાઇઝરની નોકરીનો ઓર્ડર મળ્યો હતો જે ઓર્ડર મેડિકલ કોલેજના ડિન દ્વારા સ્વીકારવામાં ન આવતા જે બાબતનું મનમાં લાગી આવતા ૨૨ વર્ષીય યુવકે મેડીકલ કોલેજના મેદાનમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણવાજોગ એન્ટ્રી નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના રોહિદાસ પરા વિસ્તારમાં આંબેડકર સર્કલ ચોક ખાતે રહેતા વિનોદભાઇ કિશોરભાઇ પંચોલી ઉવ.૨૨ નામના યુવકને સિક્યુરિટી કંપની જી.ડી. અજમેરા મારફતે મોરબી GMERS મેડિકલ કોલેજ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝરની નોકરીનો ઓર્ડર મળ્યો હતો. જેના અનુસંધાને વિનોદભાઈ ગઈકાલ તા.૦૮/૦૧/૨૦૨૬ના રોજ બપોરના સમયે તેઓ મેડિકલ કોલેજમાં હાજર થવા ગયા હતા. પરંતુ ત્યાં હાજર મેડિકલ કોલેજના ડિન ર્ડો.સંજયભાઇ વિકાણી તથા ર્ડો.હિરનભાઇ સાંઘાણી દ્વારા ઓર્ડર સ્વીકારવામાં ન આવતા અને હાજર ન કરતા, યુવકને મનમાં લાગી આવ્યું હતું. આથી તેઓએ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં અડધી બોટલ ફિનાઇલ પી લીધી હતી. બનાવની જાણ થતાં વિનોદભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.









