મોરબીની સગીરાને એક આરોપી યુવક અને યુવતી એ સાથે મળી ને અભદ્ર સ્ક્રીન વિડિયો રેકોડીંગ કરીને બ્લેક મેલ કરી પૈસા સોનું અને મોબાઈલ પડાવી લેતા બન્ને આરોપીઓ વિરુદ્ધ સગીરાની માતાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની સગીરા સાથે આરોપી મિતલ સોલંકીએ ભોગબનનાર સાથે મોબાઇલ ફોનના માધ્યમથી મિત્રતા કેળવી તેમજ આરોપી યુવતીના મિત્ર બીજા આરોપી કિશન રમેશભાઇ કૈલા સાથે મિત્રતા રાખવાનુ કહી સગીરાને સાંઇબાબાના મંદીરે બોલાવી તેની સાથે બળજબરીથી સેલ્ફી લઇ અભદ્ર માંગણી કરી તેમજ વિડીયો કોલ કરી બળજબરીથી સગીરાને નિર્વસ્ત્ર થવા મજબુર કરી હતી જે દરમિયાન આરોપી એ આ વિડીયો કોલનુ સ્ક્રીન રેકોડીંગ કરી તે વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી આરોપી કિશન કૈલા એ સગીરા પાસેથી અવાર નવાર કટકે કટકે ૭૦,૦૦૦/- રૂપિયા રોકડા તેમજ સોનાની બુટી જોડી-૧ તથા ભોગ બનનારનો મોબાઇલ મેળવી લઇ આરોપીએ ભોગ બનનાર સાથે જાતિય સતામણી કરતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આરોપી કિશન રમેશભાઇ કૈલા ની ધરપકડ કરી છે જ્યારે આરોપી યુવતીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.