ટંકારા તાલુકાના ઘુનડા(ખાનપર) ગામમાં રહેતા કીધાન ઉર્ફે ક્રિસ મુકેશભાઈ માલકીયા ઉવ.૧૯ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પોતાની જાતે રૂમમાં હલેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે