મધ્યપ્રદેશમાં નોંધાયેલા અપહરણ કેસમાં પોલીસ પકડના ડરથી અંતિમ પગલું ભર્યાનું સામે આવ્યું.
મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ ડેલ્ટા સિરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા ૨૦ વર્ષીય યુવકે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, યુવક વિરુદ્ધ મધ્યપ્રદેશમાં અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી ડેલ્ટા સિરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા રાહુલ અનવરભાઈ ભાભોર ઉવ.૨૦એ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી છતના હુક સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે મૃતકના પિતા અનવરભાઈ અનારસિંહ ભાભોર પાસેથી પોલીસે મેળવેલ માહિતી અનુસાર મૃતક રાહુલભાઈ વિરુદ્ધ મધ્યપ્રદેશના નાલછા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું અને પોલીસમાં પકડાઈ જવાના ડરના કારણે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.






