મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રોહીતભાઇ ધનજીભાઇ પરમાર નામના ૨૫ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના પાડોશી દ્વારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર આવી પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.