મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ સીરામીક ફેક્ટરીમાં કામ કરતો યુવક પોતાની પ્રેમિકા સાથે ફોનમાં વાતચીત કરતો હોય ત્યારે બંને વચ્ચે કોઈ વાતમાં અણબનાવ થતા જે બાબતે પ્રેમી યુવકને લાગી આવતા ફેક્ટરીના રૂમમાં ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી અનુસાર મોરબીના ઘુંટુ ગામે આવેલ સનારીયા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશના મહારાજગંજ જીલ્લાના લક્ષ્મીપુરનો રહેવાસી પિયાશું જયગોવિંદ પટેલ ઉવ.૨૫ નામનો યુવક કોઇ છોકરી સાથે પ્રેમ સબંધ હોય અને ફોનમા વાતચીત કરતો હોય જે બાબતે કોઇ અણબનાવ બનતા પિયાશુંને મનોમન લાગી આવતા પોતે પોતાને જાતે સનારીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીના બીજા માળે આવેલ રૂમ નંબર-૩૨ મા છતના ભાગે લગાવેલ પંખા સાથે કાળા કલરની રબરની પટી બાંધી ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.