મોરબીમાં જિલ્લામાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબીનાં સો ઓરડી વિસ્તારમાં વધુ એક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
જેની મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં સો ઓરડી વિસ્તારમાં રહેતા રાહુલ છગનભાઇ મકવાણા નામના શખ્સે ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર જારીયા પાન પાસે રહીમભાઇના મકાનમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જે અંગે આસપાસનાં લોકોને જાણ થતા તેઓએ રાહુલને નીચે ઉતારી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું. જ્યાં હાજર ડોક્ટરે તેની તપાસ કરી અને બાદમાં મૃત જાહેર કર્યું હતું. અને આ અંગે ડો.એમ.પી.વડાવીયાએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.