હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતા ૨૦ વર્ષીય યુવાને પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હળવદ પોલીસ સ્ટેશનમાં અ.મોતનો ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસમાં નોંધાયેલ અ.મોતની નોંધણી મળતી વિગતો મુજબ, મૃતક વાલસીંગ સુમાભાઈ ભીલ ઉવ.૨૦ મૂળ અંબાડુંગર તા.કવાંટ, જી. છોટાઉદેપુરના વતની અને હાલ મયુરનગર ગામની સીમમાં નવઘણભાઈ શિરોયાની વાડી વાળાએ ગઈ તા.૧૬/૦૨ના રોજ પોતાની ઓરડીમાં અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









