મળતી માહિતી અનુસાર મોરબીના ત્રાજપર શંકરભગવાનની દેરી પાસે રહેતા વિજયભાઇ અરજણભાઇ અદગામા ઉંમર વર્ષ-૩૦ એ કોઈ પણ કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની ડેડબોડી તેઓના સગા ભરતભાઇ મો-૭૦૯૬૭૦૦૫૫૫ મોરબી સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના હાજર ડોક્ટરે તેમને જોઈ તપાસી મરણ જાહેર કરી અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે હાલ બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.