દિવાળીનાં નવા દિવસોમાં મોતનાં બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેમાં ઉમની સીરામિક લઘધીરપુર રોડ પર રહેતા મુકેશભાઇ દિનેશભાઇ ડામોર નામના ૨૩ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે મૃતકનાં સંબંધી નગીનભાઇએ મુકેશભાઇનાં મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પર હાજર ડોક્ટરે યુવકને તપાસી તેને મૃત જાહેર કરતા પરિવાર માથે દુઃખનું વાદળ ફાટ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકાળે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે…