મોરબી શહેરમાંથી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. લાયન્સનગર વિસ્તારમાં રહેતા હિતેશ ધમ્મર નામના 29 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ યુવક અને તેની પ્રેમિકા સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી બંને સાથે રહેતા હતા. પ્રેમિકા પોતાના ઘરે જતા રહેતા યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, બનાવના દિવસે યુવકની પ્રેમિકા પોતાના ઘરે ગઈ હતી, પરંતુ પરત ન આવતાં યુવક માનસિક તણાવમાં આવી ગયો હોવાનું સામે આવ્યું છે. જે દરમિયાન યુવકે આત્મહત્યા પહેલા પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કર્યો હતો અને વીડિયો કોલ દરમિયાન જ ગળાફાંસો ખાઈ પિતાનું જીવન ટૂંકાવ્યું હતું. જે ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બનાવને લઈ યુવકના પરિજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. જે ઘટનાની જાણ થતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.









