Wednesday, November 20, 2024
HomeGujaratવાંકાનેરમાં કારખાનામાં બોરમિલ ભરાઈનું કામ કરતી વખતે હાથ આવી જતા યુવાનનું થયું...

વાંકાનેરમાં કારખાનામાં બોરમિલ ભરાઈનું કામ કરતી વખતે હાથ આવી જતા યુવાનનું થયું મોત

એમસર સીરામીકના કારખાનામાં કામ કરતા 40 વર્ષીય યુવક માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વખતે કન્વેર બેલ્ટમાં માટી નાખતી વખતે પોતાનો હાથ અકસ્માતે આવી જતા જમણા હાથના ખભા પાસે તથા ગરદનના પાછળના ભાગે ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલ લાવતા ડોકટરે તપાસી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું..

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાનાં સરતાનપર રોડ સનફર્ડ સીરામીકની બાજુમાં એમસર સીરામીકમાં રહેતા અને એમસર સીરામીક ના કારખાનામાં કામ કરતા 40 વર્ષીય મુકામસીંગ જેતુભાઇ સેમલીયા માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વખતે કન્વેર બેલ્ટમાં માટી નાખતી વખતે પોતાનો હાથ અકસ્માતે આવી જતા જમણા હાથના ખભા પાસે તથા ગરદનના પાછળના ભાગે ઇજા થવાથી સારવાર માટે ફોરવ્હીલ ગાડીમાં લાવતા ડો. ફાતેમા અમીને જોઇ તપાસીને 08/10/2023 ને 04:05 વાગ્યા પહેલાં ગમે તે સમયે મૃત્યુ થયાનું જાહેર કરતાનો બનાવ બનેલ છે. તેમ છતા મોતનું ચોકકસ કારણ જાણવા માટે લાશનું પી.એમ. કરાવી અજાણતા મોત દાખલ કરી આગળની તપાસ એચ.સી. જે.જી.ઝાલાને સોપતા નોંધ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!