મોરબી તાલુકાના ટીંબડી ગામે શિવકૃપા આઇમાતા હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કર-ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ચાલીને જતા યુવકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની મોરબી દાતા રોડવેઝ કાલુરામના ટ્રાન્સપોર્ટ વાળાના ટ્રક ચાલક ગુણેશરામ ઉર્ફે ગણેશરામ સોનારામ દેવાસી ગત તા.૩૦/૦૯ ના રોજ મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક ન્યુ રામેશ્વર વે બ્રિઝ પાસે આવેલ શિવકૃપા આઇમાતા હોટલના ગ્રાઉન્ડમાં ચાલીને જતા હોય તે દરમિયાન ટેન્કર-ટ્રક રજી.નં. ડીડી-૦૧-ટી-૯૯૮૬ ના ચાલકે પોતાના વાહનની ઠોકરે ચડાવતા, ગુણેશરામ ઉર્ફે ગણેશરામને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માત અંગે મૃતકના નાના ભાઈ ઓમપ્રકાશ સોનારામ દેવાસી ઉવ.૨૫ રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટેન્કર-ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.