મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ નજીક વિરાટ પાઉંભાજી સામે રોડની સાઈડમાં બેઠેલ યુવક ઉપર અજાણ્યા કાર ચાલકે પોતાની કારનું આગલું વ્હીલ ચડાવી દેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે યુવકને સારવાર માટે પ્રથમ મોરબી સીવીલ હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા જ્યાં યુવકનું મૃત્યુ નિપજયુ હતું.
મળતી માહિતી અનુસાર મૂળ દાહોદ જીલ્લાના વડવા ગામે રહેતા અને ઓરપેટ કોલોનીમાં રહેતા ધવલભાઈ ભાવસિંગભાઈ રાઠોડ એ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અજાણ્યા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ધવલભાઈનો નાનોભાઈ પ્રકાશભાઈ કે જે બાલાજી એન્જીનીયરીંગ વર્કસમાં કામ કરે છે તે ગત તા. ૭/૦૨ ના રોજ મોરબી ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાઉંભાજીની સામે રોડની સાઈડમાં ઘરે આવવા બેઠેલ હોય ત્યારે અજાણ્યા કાર ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી રોડની સાઈડમાં પ્રકાશભાઈ સાથે અથડાવી કારનું આગળનું વ્હીલ પ્રકાશભાઈના માથા ઉપર ચડાવી દેતા પ્રકાશભાઈને માથાના ભાગે તથા જડબાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જતા જ્યાં પ્રકાશભાઈનું ટૂંકી સારવારમાં મોત નિપજયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરુ કરી છે.