મળતી માહિતી અનુસાર ફરીયાદી મનોજભાઈ દિલીપભાઈ ધાંધરેશા નો દીકરો ઉર્વેશ ભાઈ ગત તા.૨૦ ના રોજ રાતના સમયે મોરબી હળવદ રોડ પરથી પસાર થતો હતી તે દરમિયાન અજાણ્યા આઇશર ચાલકે પોતાનું આઇશર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈક સાથે અક્સ્માત સર્જતા ફરીયાદી ના દીકરા બાઈક ચાલક ઉર્વેશ ભાઈને માથાના ભાગે અને શરીર ના ગુપ્ત ભાગે ઈજા પહોંચી હતી જેના કારણે તેઓની મોત નિપજતા સમગ્ર મામલે અજાણ્યા આઇશર ચાલક વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.