હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં ૨૭ વર્ષીય યુવક દ્વારા ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. પોલીસ માહિતી મુજબ, રાજુભાઈ સીતારામભાઈ નાયકા (મૂળ રહે. માકડાઆંબા, તા. રાજપીપળા, જી. નર્મદા) હાલ ગોલાસણ ગામની સીમમાં ભરતસિંહ પરમારની વાડીમાં મજૂરી કરતા હતા.પત્ની પોતાના પિયર ગયા બાદ રાજુભાઈ સાસરીમાં એકલા રહેતા હતા.ઘરમાં સામાન્ય ઝઘડા થતાં તેઓ કંટાળીને પોતાની રીતે ખડ મારવાની દવા પી ગયા હતા. તબિયત બગડતા તેમને ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે આ અંગે હળવદ પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.