મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા યુવકે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના પાનેલી ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં ૨૧ વર્ષીય પેથાભાઇ ભાણાભાઇ ચંદ્રૈશાણીયા નામના યુવકે ગત તા.૨૯/૦૧ના રોજ પોતાની વાડીમાં કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં યુવકને તાત્કાલિક સારવાર માટે મંગલમ હોસ્પિટલ મોરબી ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તા.૩૧/૦૧ના રોજ તેનું મોત નિપજ્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોત દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









