મોરબી તાલુકાના બગથળા ગામે તળાવમાં ડૂબી જવાથી ૩૩ વર્ષીય યુવકના મૃત્યુના બનાવ અંગે સમગ્ર બગથળા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગયી હતી.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મયુરભાઇ ભીખાભાઇ સરવૈયા ઉવ-૩૩ નામનો યુવકનું ગઈકાલ તા.૨૨/૦૫ના રોજ બગથળા ગામ પાસે આવેલ બગથળીયા મંદીર નજીક તળાવના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પિતા ભીખાભાઇ પરષોત્તમભાઈ સરવૈયા પાસેથી વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.