Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના ટાઇલ્સ કારખાનામા પતરાની એંગલ ચડાવતી વખતે ઉપરથી પડી જતા યુવકનું મોત

મોરબીના ટાઇલ્સ કારખાનામા પતરાની એંગલ ચડાવતી વખતે ઉપરથી પડી જતા યુવકનું મોત

મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતી વેળાએ વધુ એક શ્રમિકનું અકસ્માતે મોત નીપજ્યું છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબીના લાલપર નેશનલ હાઇવે ખાતે આવેલ ઇપોઝ ટાઇલ્સ કારખાનામા રહેતા મુળ બિહારના અમીતકુમાર ઉમેશસીંગ સીંધ નામનો યુવક ગઈકાલે સવારના નવેક વાગ્યાના અરસામા ઇપોઝ ટાઇલ્સ કારખાનામા પતરાની એંગલ ચડાવતી વખતે ઉપરથી પડી કારખાનાનાં શેઠ સાગરભાઇ વરમોડા દ્વારા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!