વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે રહેતા મામદભાઇ અલારખાભાઇ સમા ઉવ.૪૦ ગઈકાલ તા.૦૬/૦૫ના રોજ પોતાના ઘરે હોય ત્યારે બોરની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા, જે સ્વીચમા અચાનક વીજશોક લાગતા મામદભાઈ નીચે પડી ગયા હતા, જેથી તેમને માથામા ગંભીર ઇજા થતા પરિવારજનો તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન મામદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.