Sunday, November 10, 2024
HomeGujaratમાળીયા(મી)ના નાના દહીંસરા ગામ નજીક યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત નીપજ્યું

માળીયા(મી)ના નાના દહીંસરા ગામ નજીક યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત નીપજ્યું

મળતી માહિતી મુજબ માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામના રહેવાસી ચિરાગકુમાર રમેશભાઇ કાવર એ ગત તા. ૧૦/૦૬ ના રાત્રીના સમયે પીપળીયા ચારરસ્તા થી મોટા દહીસરા જતા રોડ ઉપર નાના દહીંસરા નજીક આવેલ હિતકારી કારખાના સામે ખરાબામાં કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતક ચિરાગકુમારના સગા સંબધી લાશનું પી.એમ કરાવવા માળીયા. સરકારી હોસ્પીટ્લ ખાતે લાવતા ફરજ પરના મેડીકલ ઓફીસરે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કરી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશને પીએમ માટે સોંપી આપેલ છે. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!