મળતી માહિતી અનુસાર મૂળ માળીયા(મી)જસાપર ગામનો વતની હાલ રફાળેશ્વર ગામના આંબેડકરનગરમાં રહેતા કિશનભાઇ વાલજીભાઇ ખડોલા ઉવ.૩૫ ગત તા. ૦૭/૦૨/૨૦૨૪ ના રોજ તાણ આંચકી આવતા જામ્બુડીયા ગામની સીમમા આવેલ તળાવના કિનારા પાસે રસ્તામા પડી જતા માથામા ડાબી બાજુ ગંભીર ઇજા થયેલ હોય અને તેની સારવાર માટે તેની માતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા લઇ જતા ત્યાં તેને સારવારમા દાખલ કરેલ હોયત્યારે મૃતક કિષ્નભાઈને માથામા હેમરેજ જેવી ઇજા હોય જેથી ફરજ પરના ડોક્ટરે સીટીસ્કેન કરાવવાની સલાહ આપતા તેણે સીટીસ્કેન નહી કરાવી પોતાની જાતે તા. ૦૯/૦૨ના રાત્રિના આશરે દોઢેક વાગ્યા વખતે સારવારમાંથી જતો રહી પુરતી સારવાર નહી લેતા માથામા થયેલી હેમરેજની ગંભીર ઇજાના કારણે મરણ જતા હાલ મોરબી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચાલુ કરી છે.