મોરબી તાલુકાના ચકમપર (જી) ગામમાં એક કરૂણ બનાવ સામે આવ્યો છે, જેમાં ૩૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર દવા પી લીધી હતી. જેમાં મૃતક જયદીપભાઇ મંગાભાઇ ડાઇ રહે. ચકમપર (જી) તા.જી. મોરબી વાળાએ ગઈકાલ તા ૨૧/૧૨ના રોજ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સરકારી હોસ્પિટલના ડોક્ટરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









