માળીયા(મી) તાલુકાના દહિસરા થી વવાણીયા ગામ જતા પહેલી રેલ્વે ફાટક પાસેથી મોટા દહિસરા ગામે રહેતા પ્રકાશભાઈ કાનાભાઈ ઇન્દરીયા બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે તેમના ભાઈ મોરબી સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં ફરજ પર હાજર ડોકટરે જોઈ તપાસી પ્રકાશભાઇને મૃત જાહેર કર્યા હતા. બનાવની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રકાશભાઈ અપરિણીત હોવાનું સામે આવ્યું છે. હાલ માળીયા(મી) પોલીસે અકાળે મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.