મોરબીના પીપળી ગામ નજીક પોતાની ઓફીસની બહાર ગાડીની સાફ સફાઇ કરતી વખતે એક વ્યક્તિને વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ના નસીતપર ગામ ખાતે રહેતા અને મોરબીના પીપળી ગામ નજીક ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ૩૫ વર્ષીય નિલેષભાઇ અંબારામભાઇ સવસાણીને ૦૯/૧૧/૨૦૨૩ ના રોજ પોતાની એ.કે.કન્સ્ટ્રકસન ઓફીસની બહાર ગાડીની સાફ સફાઇ કરતી વખતે ઇલેકટ્રીક શોર્ટ લાગતા સારવારમા લઇ જતા મોરબી સમર્પણ હોસ્પિટલમા ડૉ ધ્રુવ જીવાણીએ મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. મૃત્યુ થયાનું જાહેર કરતા મરણ ઇન્કવેસ્ટના કાગળો કરી મોરબી સરકારી હોસ્પિટલમા પી.એમ કરાવવામા આવેલ હોય જેને લઇને મોરબી તાલુકા પોલીસ દ્વારા રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.