Friday, January 10, 2025
HomeGujaratમોરબીના આમરણ ગામ પાસે મોટરસાઈકલ સ્લીપ થતા યુવકનું મોત : એક ઈજાગ્રસ્ત

મોરબીના આમરણ ગામ પાસે મોટરસાઈકલ સ્લીપ થતા યુવકનું મોત : એક ઈજાગ્રસ્ત

મોરબીમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં આમરણ ગામ પાસેથી પુરપાટ ઝડપે જતી બાઈક અચાનક સ્લીપ ખાઈ જતા તેમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે બાઈક ચાલક સામાન્ય ઈજાગ્રસ્ત થયો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નાની વાવડી ગામ શકિત ધામ સોસાયટીમાં રહેતા ગોરાભાઇ અમરાભાઇ પરમારના બંને પુત્રો ગત તા-૨૮/૦૮/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની જી-જે-૩૬-એ-ડી-૭૮૫૯ નંબરની મોટરસાઈકલ લઈ જઈ રહેલ હોય ત્યારે ઉમેશ ગોરાભાઇ પરમારે આમરણ બજરંગ હોટલ પાસેથી બગથળા ગામ તરફ આવતા સીંગલ પટી રોડ ઉપર મોટરસાઈકલ પુરઝડપે ચલાવી આવતા મોટરસાઈકલ કાબુમા ન રહેતા પહેલી ગોળાઇ પાસે રોડની સાઇડમા પડી જતા મોટટરસાઇક્લ પાછળ બેઠેલ ઉમેશ ગોરાભાઇ પરમારને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચાડતા અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ચાલુ સારવાર દરમ્યાન ગત તા-૦૩/૦૯/૨૦૨૩ ના રોજ મોત નિપજતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!