મોરબીના નવા જાંબુડીયા ગામની સીમમાં આવેલ તળાવમાં પરિવાર સાથે ન્હાવા આવેલ યુવક પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક યુવકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના રફાળેશ્વર ગામ નજીક આવેલ જીયોગ્રેસ સીરામીકમાં રહેતો શ્રમિક પરિવારના છ જેટલા સભ્યો નવા જાંબુડીયા ગામની સીમમા જુના રફાળેશ્વર રોડ ઉપર હરદેવસિંહ નીતુભા જાડેજાની વાડી પાસે આવેલ તળાવમાં ન્હાવા આવ્યા હતા. જેમાં તુકાઇ ઉર્ફે ટોકીયો, ક્ષેત્રમોહન રમેશભાઇ પીંગુઆ તથા ફુલમોનીબેન સુનિલભાઇ મિથુનભાઇ હાંસડા, નંદની ત્રિનાથભાઇ નકુલભાઇ જેના, બુધીયા બીસકાંડી ભોઇ એમ બધા તળાવના પાણીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે તુકાઇ ઉર્ફે ટોકીયો ઉવ.આશરે ૩૫ થી ૪૦ વર્ષનો તળાવના ઉંડા પાણીમા ગરકાવ થઇ ડુબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવતા જેની જાણ તાલુકા પોલીસ મથકમાં કરતા તુરંત પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશને પીએમ કરવા મોકલી આપી હતી. હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.