વાંકાનેર ટાઉનમાં રાજાવડલા રોડ ઉપર મહાવીરનગર સોસાયટી વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે મૂળ એમપી રાજ્યના વતની ૧૯ વર્ષીય યુવાનનું બેહોશ થઇ જવાને કારણે મૃત્યુ થયાનું જાહેર થતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર શહેર વિસ્તારમાં રાજાવડલા મહાવીરનગર સોસાયટીમાં અંધ અપંગ ગૌશાળામાં રહેતા મૂળ એમપી રાજ્યના રહેવાસી સુરપાલ કેન્દ્રુ શીંગાળ ઉવ.૧૯ ગઈકાલ તા. ૨૫ મેના રોજ સાંજના આશરે ૨૦:૩૦ કલાકે રાજાવડલા રોડ સ્થિત અંધ અપંગ ગૌશાળામાં કામ કરતા હતા, ત્યારે અચાનક બેહોશ થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી સુરપાલને મરણ ગયા હોવાનું જાહેર કરતા, વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.