Friday, April 4, 2025
HomeGujaratભારતીય સૈન્યમાં ફરજ બજાવી નિવૃત્ત થઈને આવતા ચરાડવા ગામના યુવાનનું ભવ્ય સ્વાગત...

ભારતીય સૈન્યમાં ફરજ બજાવી નિવૃત્ત થઈને આવતા ચરાડવા ગામના યુવાનનું ભવ્ય સ્વાગત કરાયું

હળવદ તાલુકાના ચરાડવા ગામનું ગૌરવ એવા તારબુંદીયા ઉમેશભાઈ વાસુદેવભાઈ ભારતીય સેનામાં સેવા બજાવી નિવૃત્ત થઈને વતન પરત ફરતા સમગ્ર સતવારા સમાજ તેમજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારતીય સૈન્યમાં ૨૦ વર્ષ સેવા બજાવી આજરોજ સેવા નિવૃત્ત થઈને પોતાના વતન પહોંચતા ચરાડવા ગામના યુવાનો દ્વારા ગામમાં બાઈક રેલી યોજી વાજતે ગાજતે નિવૃત્ત સૈનિકનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામના સતવારા સમાજના યુવાન તારબુંદીયા ઉમેશભાઈ વાસુદેવભાઈએ ભારતીય સેનામાં પોતાની ઉત્તમ સેવા આપી હતી. જેઓ નિવૃત્ત થતા સમગ્ર ચરાડવા ગામ તેમજ સતવારા સમાજનું ગૌરવ વધાર્યું છે અને ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તા. ૧/૪/૨૫ ના રોજ સતવારા સમાજના યુવાન તારબુંદીયા ઉમેશભાઈ વાસુદેવભાઈએ માં ભારતીની સેવા માટે ભારતીય સેનામાં ૨૦ વર્ષ સેવા બજવી સેવા નિવૃત્ત થતાં પોતાના વતન ચરાડવા ગામે આવતા ગામના યુવાનો દ્વારા બાઈક રેલી યોજી ગામમાં વાજતે ગાજતે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સથવારા સમાજના યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ગામના રિટાયર્ડ આર્મીના અન્ય યુવાનો, અને હળવદ તાલુકાસતવારા સમાજના પ્રમુખ બળદેવભાઈ સોનગરા, વલમજીભાઈ, રણછોડભાઈ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!