પુરુષાર્થ એ પ્રારબ્ધની જનની છે. પુરુષાર્થી વિના કશું મળતું નથી. વિકટ પરિસ્થિતિમાં પણ પુરુષાર્થ કરનાર સફળતાને વરે છે. આ વાક્યો માળિયા (મીં)ના બુખારી પરિવારના યુવકે સાર્થક કરી બતાવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ નાયબ સેક્શન અધિકારી – નાયબ મામલતદારની 127 જગ્યા માટે યોજાયેલ GPSCની પરીક્ષામાં માળિયા (મીં)નો યુવક પાસ થયો છે. બુખારી મોહસીન અબ્દુલભાઈ બિન અનામત કેટેગરીમાં ૧૫માં ક્રમે પાસ થયો છે.હવે તેની નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણૂંક થશે.આ ઉત્કૃષ્ટ સિદ્ધિ દ્વારા તેણે મુસ્લિમ સમાજ, બુખારી પરિવાર અને વતન નાની બરાર ગામનુ ગૌરવ વધાર્યું છે.