મોરબી-માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામ નજીક કેડા સીરામીકની બાજુમાં સુરેશસિહ ધીરસિહ રાવત ઉવ-૨૭ રહે.સેરોકાબાલા તા.જી. બીયાવર રાજસ્થાન નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના કુટુંબી નારણસિહ ત્રીલોકસિહ રાવત રાજસ્થાનવાળા પાસેથી તાલુકા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.