વાંકાનેર તાલુકાના ઢુવા સનહાર્ટ સીરામીક કારખાના ખાતે રહેતા 24 વર્ષીય યુવાન છેલ્લા પાંચ છ દિવસથી બીમાર હોય અને લોહીની ઉલ્ટી થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જતા સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ઢુવા સનહાર્ટ સીરામીક કારખાનામાં રહેતા હિરાલાલા બાલકરામ સોનકરને છેલ્લા પાંચ છ દિવસથી બીમાર હોય અને લોહીની ઉલ્ટી થતા ગત તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.