Friday, November 29, 2024
HomeGujaratમોરબીની નીલકંઠ સોસાયટીમાં યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીની નીલકંઠ સોસાયટીમાં યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીની નીલકંઠ સોસાયટીમાં યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

- Advertisement -
- Advertisement -

મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા એક ૨૦ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે. ત્યારે આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફ્લેટ નં ૪૦૧, સાંઈ એપાર્ટમેન્ટ, નીલકંઠ સોસાયટીમાં મોરબી -૨ માં રહેતા અને મૂળ શ્રીરામનગર મોહલા રાજગઢ જી.ચુરું રાજસ્થાન વાળા વિક્રમભાઈ જલેસિંગ સુંડા ઉ.વ.૨૦ વાળા એ અગમ્ય કારણોસર પોતાના ફ્લેટમાં રૂમમાં પાંખમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધ કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબીના શનાળા ગામે અગમ્ય કારણોસર આધેડનું મોત

મોરબી ના શનાળા ગામે રહેતા ૪૮ વર્ષીય પુરુષનું કોઈ કારણોસર મૃત્યુ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બાદ આ અંગે પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ શનાળા ગામે રહેતા ૪૮ વર્ષીય પુરુષ મેરુભાઈ વેલજીભાઈ ચાવડા નું અગમ્ય કારણોસર પોતાના ઘરે મોત નીપજ્યું હતું ત્યારે તેમને આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પર હાજર ડોક્ટર દ્વારા પોલીસ મથકમાં એમએલસી યાદી મોકલી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!