ટંકારા શહેરમાં ૨૭ વર્ષીય યુવકનું અચાનક મોત થતાં કુટુંબમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. યુવાન પોતાના મોટાભાઈના મકાનના ફળીયામાં સૂતેલા હતા ત્યારે અગમ્ય કારણોસર તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતા ટંકારા પોલીસ દ્વારા અ.મોતની નોંધ કતી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મરણજનાર હરેશભાઈ દિનેશભાઈ જાદવ ઉવ.૨૭ રહે. ઉગમણા નાકા પાસે ટંકારા વાળો પોતાના મોટાભાઈ ભરતભાઈ દિનેશભાઈ જાદવના ભાડાના મકાનના ફળીયામાં સૂતા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનો દ્વારા તેમને તરત જ સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરતાં તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.