ફાયર વિભાગની ટીમે બે દિવસની શોધખોળને અંતે યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો
મોરબીમાં મચ્છુ-૩ ડેમના પાણીમાં કોઈ કારણોસર પડી ગયેલા યુવકની બે દિવસની સતત શોધખોળને અંતે પાણીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં મોરબી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમને સફળતા મળી હતી.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા કનેરીયા રવિભાઈ ધીરજલાલ ઉવ.૩૫ ગઈ તા.૨૫/૧૨ના રોજ બપોરના ૩ વાગ્યા આસપાસ ધરમપુર ગામ નજીક RTO પુલ નીચે મચ્છુ-૩ ડેમના પાણીમાં પડી જતા તેનો મૃતદેહ ગઈકાલ તા.૨૭/૧૨નો રોજ મોરબી ફાયર વિભાગ દ્વારા પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો હતો, જે બાદ મૃતદેહને મોરબી સરકાઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.