મોરબીના નાની વાવડી ગામે શિવગંગા સોસાયટીમાં રહેતા જયદિપભાઇ કિશોરભાઇ હાડા નામના ૩૬ વર્ષીય યુવક ગઈકાલે પોતાના ઘરે હોય ત્યારે અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા, તેઓને પરિવારજનો દ્વારા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ડોક્ટર દ્વારા તુરંત સારવાર ચાલુ કરવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત ન નિવડતા યુવકે હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે