વાંકાનેરનાં નવાપરા વીધાતા પોટરી પાસે પંચાસર રોડ પર રહેતો અસ્થીર મગજનો યુવક ગત તા ૦૪/૦૨/૨૦૨૫ ના રોજ ઘરેથી કોઈ ને કહ્યા વગર જતો રહેતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં નવાપરા વીધાતા પોટરી પાસે પંચાસર રોડ પર રહેતો રાજેશભાઈ માલાભાઇ સાગઠીયા નામનો યુવક ગત ગઈ તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ સાવારમાં ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહેલ છે. પરિવારજનોનાં જણાવ્યા અનુસાર યુવક અસ્થીર મગજનો છે. અને શરીરે પાતળો બાંધો તેમજ ઉચાઈ આશરે પાંચેક ફૂટની વાને શ્યામ વર્ણ ધરાવતો હોય અને તેને શરીરે ઉપર કાળુ ટી-સર્ટ પહેરેલ છે. તેમજ પીળા જેવા કલરનુ પેંન્ટ પેહેરેલ છે. તેમજ તેના કપાળ પર ઉપર જુનુ લાગેલનુ નીશન છે. આ વર્ણન વાળો યુવક કોઈને મળી આવે તો નજીકના પોલીસ સ્ટેશનમા જાણ કરવી અથવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૭૧ તેમજ માલાભાઈના મોબાઈલ નંબર ૭૪૩૫૮ ૪૩૯૮૬ પર જાણ કરવા અપીલ કરાઈ છે.