Friday, January 10, 2025
HomeGujaratહળવદમાં સસ્તામાં આઇફોન લેવાની લાલચે યુવકે રૂપિયા ૪૫ હજાર ગુમાવ્યા

હળવદમાં સસ્તામાં આઇફોન લેવાની લાલચે યુવકે રૂપિયા ૪૫ હજાર ગુમાવ્યા

ફેસબુકમાં ખોટા નામે આઇડી બનાવી, ટેક્સીવાળાનું બારકોડ સ્કેનર મોકલી રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી

- Advertisement -
- Advertisement -

હળવદના મંગળપુરના યુવાને ફેસબુકમાં આવેલ સસ્તા આઇફોનની જાહેરાતને અનુસરી મોબાઇલમાં કોલ કરતા હળવદ ટાઉનમાંથી આઇફોન -૧૫ અપાવવાની લાલચ આપી વોટ્સએપમાં મોકલેલ બારકોડ સ્કેનરમાં રૂપિયા ૪૫,૫૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી આઇફોન ન અપાવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. ભોગ બનનાર યુવાન દ્વારા પ્રથમ ૧૯૩૦ માં કોલ કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ કર્યા બાદ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા મયુરભાઈ ગીરધરભાઈ ઉડેસા ઉવ.૨૪ કે જેઓ ગત તા. ૦૪ એપ્રિલ ૨૦૨૪ ના રોજ તેના મોબાઇલ ફોનમાં ફેસબૂક આઇડી ‘jayubha zala’ માં સસ્તામાં આઇફોન લેવા માટેની જાહેરાત જોવામાં આવી હતી આથી મયુરભાઈએ આપેલ નંબરમાં કોલ કરતા સામે છેડે જીગ્નેશભાઈ નામની વ્યક્તિએ વાત કરી જણાવ્યું હતું કે હળવદમાં આવેલ સમીર મોબાઇલ નામની દુકાનમાંથી તમને આઇફોન -૧૫ ૨૫૬ જીબી વાળો ફોન રૂ.૪૫,૫૦૦માં અપાવી દેવાની વાત કરતા સમીર મોબાઈલમાં આઇફોન -૧૫ જોવાનું જણાવ્યું જેની દુકાનદારે ૬૬ હજાર કિંમત કહેતા ફ્રોડ જીગ્નેશભાઈ ને કોલ કરતા તેઓએ મયુરભાઈને બારકોડ સ્કેનરમાં ઓનલાઇન રૂપિયા ૪૫,૫૦૦ ટ્રાન્સફર કરવાનું કહી સમીરભાઈને પોતે પેમેન્ટ કરી આપશે તેવી જણાવી વોટ્સએપ માં મોકલેલ સ્કેનરમાં રૂપિયા મેળવી લઇ સમીરભાઇ પેમેન્ટ ન કરતા સમગ્ર બનાવ અંગે છેતરપિંડી થયાનું સામે આવ્યું હતું. ત્યારે પ્રથમ મયુરભાઈએ સાયબર ક્રાઇમ માં ફરિયાદ કરી હતી.

બીજીબાજુ હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં ફ્રોડ જીગ્નેશભાઈ દ્વારા મોકલાવેલ પેમેન્ટ માટેના બારકોડ સ્કેનર રાજકોટના કોઈ ટેક્સી વાળાનું હોવાનું અને તેના પાસેથી આરોપીએ ટેક્સી ભાડાના ૧,૫૦૦/- ચૂકવવા સ્કેનર મેળવ્યું હતું બાદમાં આરોપી દ્વારા ટેક્સી વાળાને કોલ કરી ૧૫૦૦ ની જગ્યાએ ભૂલથી ૪૫,૫૦૦/- નું પેમેન્ટ થઈ ગયાનું જણાવી ઉપરના બાકી રહેતા રૂપિયા પરત લઇ લીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ ભોગ બનનાર મયુરભાઈ દ્વારા આરોપી તરીકે ફેસબૂક આઇડી jayubha zala ધરાવતા શખ્સ વિરુદ્ધ તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા હળવદ પોલીસે આરોપી સામે ૪૦૬, ૪૨૦ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!