Monday, December 23, 2024
HomeGujaratમોરબીના યુવકે માનસીક બીમારીથી કંટાળી કરી આત્મહત્યા:પાડાપુલ પરથી પડી જતાં આધેડનું મોત

મોરબીના યુવકે માનસીક બીમારીથી કંટાળી કરી આત્મહત્યા:પાડાપુલ પરથી પડી જતાં આધેડનું મોત

મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે લોકોના અકાળે મોત નિપજ્યા જોવાની પોલીસ ચોપડે નોંધ કરાઈ છે. જેમાં એક યુવકનો માનસીક બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જયારે બીજા બનાવમાં પાડા પુલ ઉપરથી નીચે પડી જતાં આધેડનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીનાં વાવડી રોડ કુબેરનગર-૪ રખાતે રહેતા અને મોલ્ડીંગ ઓપરેટરનું કામ કરતા 34 વર્ષીય વિજયગીરી ગજરાજગીરી ગોસ્વામીને છેલ્લા બાર વર્ષથી માનસીક બીમારીની દવા ચાલુ હોય અને છેલ્લા બે દીવસથી કામે ગયેલ ન હોય અને ઘરે ગુમસુમ રહેતો હોય જેથી માનસીક બીમારીથી કંટાળી જતા પોતાની ઘરે પોતાની જાતેથી પંખામા દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર મામલે તેમના પિતા દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.

બીજા બનાવમાં,મોરબી તાલુકાના બગથળા ખાતે રહેતા 56 વર્ષીય જગદીશભાઇ મેઘજીભાઇ ચાવડા ગત તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ મોરબી 02 પાડા પુલ ઉપરથી નીચે પડી જતાં તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!