Sunday, November 9, 2025
HomeGujaratમોરબી-હળવદ હાઇવે પર સ્વીફ્ટ કારની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત

મોરબી-હળવદ હાઇવે પર સ્વીફ્ટ કારની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક બાપા સિતારામ હોટલ સામે સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કાર બેદરકારીથી ચલાવી રોડ ઉપર પસાર થઈ રહેલા બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત બાદ કાર છોડી ફરાર થઈ ગયો હતો. હાલ અકસ્માત મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામ નજીક થયેલા ગંભીર અકસ્માતમાં બાઇક સવાર યુવકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી મેહુલભાઈ મનસુખભાઈ ઝાલોડીયા ઉવ.૩૭ રહે. હાલ મહેન્દ્રનગર ગામ ધાયડીવિસ્તાર તા.જી.મોરબી મુળ રહે. ગામ કીડી તા.હળવદ વાળાએ જાહેર કર્યું કે, ગઈ તા.૩૧/૧૦ના રોજ તેમના ભાઈ સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી. નં. જીજે-૩૬-એએચ-૭૦૩૦ લઈને ઉંચી માંડલ બાપા સિતારામ હોટલ પાસે ગેરેજથી તેમના ઘરે મહેન્દ્રનગર ખાતે જતા હતા ત્યારે હળવદ-મોરબી હાઈવે રોડ ઉપર બાપા સિતારામ હોટલ સામે પહોંચતા સ્વીફટ કાર રજી.નં.જીજે-૦૩-એચએ-૩૨૪૪ના ચાલક આરોપીએ પોતાના હવાલાવાળી સ્વીફટ કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા પહોચતા તેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી સ્વીફ્ટ કાર ચાલક પોતાના હવાલાવાળી સ્વીફટ કાર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. હાલ હળવદ પોલીસે સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ બી.એન.એસ કલમ તથા એમ.વી.એકટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!