Saturday, January 4, 2025
HomeGujaratમોરબીના બંધુનગર પાસે ટ્રક, ડમ્પરના અકસ્માતમાં બાઇક સવાર યુવકનું કમકમાટીભર્યું મોત

મોરબીના બંધુનગર પાસે ટ્રક, ડમ્પરના અકસ્માતમાં બાઇક સવાર યુવકનું કમકમાટીભર્યું મોત

રોંગ સાઈડમાં આવેલ ટ્રકે અચાનક રોડ બંધ કરી દેતા કાર અને બાઇકે બ્રેક મારતા પાછળથી ડમ્પરે ડબલ સવારી બાઇક બાદ કાર અને ટ્રક સાથે અકસ્માત સર્જ્યો

- Advertisement -
- Advertisement -

મોરબીના બંધુનગર ગામ નજીક કલબ હાઉસ હોટલની સામે રોડની કટમાં રોંગ સાઈડમાં આવેલ ટ્રકે અચાનક રોડ બંધ કરી દેતા મોરબી તરફથી આવતા કાર અને બાઈકે પોતાના વાહનમાં બ્રેક મારી વાહન ધીમા કરી દીધા હોય ત્યારે તે દરમિયાન પાછળથી પુરપાટ ગતિએ આવતા ડમ્પરે પ્રથમ ડબલ સવારી બાઇકને બાદ કારને જોરદાર ઠોકર મારી ટ્રક સાથે અથડાવી અક્ષણતની હારમાળા સર્જી હતી, ત્યારે બાઇકની પાછળ બેઠેલ યુવક ડમ્પરની જોરદાર ટક્કરમાં રોડ ઉપર પડી જતા ડમ્પરે યુવકને ચકદી નાખતા તેનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક અને ડમ્પર ચાલક બંને પોતાના વાહન રેઢા મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયા હતા. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટનામાં રોંગ સાઈડમાં ચલાવીને આવેલ ટ્રકના ચાલક અને અકસ્માતની હારમાળા સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઇક ચાલક યુવક દ્વારા ફરિયાદ નોંધાવી છે.

 

મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા ઉવ.૪૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક રજી.નં. જીજે-૩૧-ટી-૪૫૫૩ ના ચાલક તથા ડમ્પર રજી.નં. જીજે-૧૨-એટી-૯૬૭૦ના ચાલક એમ બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૯/૧૨ના રોજ કિશોરભાઈ અને તેમના મોટાબાપુનો દીકરો દિનેશભાઇ લાવજીભાઈ વોરા કુટુંબી બહેનના સસરા ગુજરી જતા તેની અંતિમવિધિમાંથી પરત રાતીદેવરી ગામ પોતાના હોન્ડા સાઈન મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-સીજી-૭૭૮૪ માં જતા હોય ત્યારે ટ્રક ચાલક આરોપીએ તેનો ટ્રક વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ પર બંધુનગર કલબ હાઉસ હોટલની સામે આવેલ કટથી મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રોંગ સાઈડમાં ફરીયાદીની સામેથી ચલાવી આવતા રસ્તો બંધ થઇ જવાના કારણે ડબલ સવાર હોન્ડા સાઈન મોટરસાયકલ તથા તેની આગળ જતી કારે પોતાના વાહનો બ્રેક કરી ધીમા કર્યા હતા ત્યારે પાછળથી આરોપી નંબર ડમ્પરના ચાલકે પોતાનું ડામોર ટ્રક પુરઝડપે અને બેદરકારીભરી રીતે ચલાવી આવી હોન્ડા સાઇન મોટર સાયકલમાં સવાર ફરીયાદી કિશોરભાઈ તથા દીનેશભાઇ લવજીભાઇ વોરા એમ બંનેને મોટર સાયકલ સહીત તથા આગળ જતી કારને પાછળથી ઠોકર મારી હડફેટમાં લઈ રોડ પર પછાડી દઈ ફરીયાદીને જમણા હાથની કોણી તથા જમણા પગના ઢીંચણના ભાગે સામાન્ય છોલછાલની મુંઢ ઈજા કરી જ્યારે દીનેશભાઈ લવજીભાઈ વોરાના શરીર પરથી ડમ્પરનું વ્હીલ ફરી વળતા માથામાં ગંભીર ઇજાઓ તથા આખો ડાબો પગ તથા કમર પેટનો ભાગ ચગદી ચેપી છુંદાઇ જતા ગંભીર ઇજાઓ પહોંચતા દીનેશભાઇ વોરાનું ઘટના સ્થળ ઉપર જ મરણ થયું હતું. ત્યારે ઉપરોક્ત બંન્ને ટ્રક ચાલકોએ વાહન અકસ્માત સર્જી પોત પોતાના ટ્રકો રેઢા મુકી નાશી જઇ વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરી હોય જે ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક અને ડમ્પર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!