વાંકાનેરમાં આઇસર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના ધારાડુંગરી ગામનો યુવક રમેશભાઈ મોતીભાઈ ઝાલા પોતાનું બાઇક રજી.નં. જીજે-૦૩-બીકે-૬૦૪૭ ઉપર જઈ રહ્યો હોય ત્યારે વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ નજીક હાઇવે ઉપર આઇસર રજી.નં. જીજે-૧૩-ડબલ્યુ-૦૬૦૯ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી સામેથી રમેશભાઈને બાઇક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં રણેશભાઈને મોઢા ઉપર તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ ચલાવી છે.