Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં બાઈક પર બેસેલ યુવકનું નીચે પટકાતા ટૂંકી સારવાર બાદ મોત

મોરબીમાં બાઈક પર બેસેલ યુવકનું નીચે પટકાતા ટૂંકી સારવાર બાદ મોત

મોરબીના નવલખી રોડ રણછોડનગર -૨ બ્લોક નં ૨૧ ખાતે રહેતા કુલદીપસિંહ નરપતસિંહ રાણા નામના યુવક ગઈકાલે પોતાના ધરે ઉભેલ મોટર સાયકલ પર બેસેલ હોય ત્યારે અચાનક મોટરસાઇકલ ઉપરથી કોઇ કારણોસર પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. જેના કારણે યુવકને તેના પરિવારજનો દ્વારા તાત્કાલિ મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!