Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં અકસ્માતે ટ્રેક્ટરના પંખા ઉપર બેસેલ યુવક નિચે પટકાયો : ગંભીર ઈજાઓ...

મોરબીમાં અકસ્માતે ટ્રેક્ટરના પંખા ઉપર બેસેલ યુવક નિચે પટકાયો : ગંભીર ઈજાઓ પહોંચતાં મોત

મોરબીમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીને કારણે વધુ એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં ટ્રેક્ટરના પંખા ઉપર બેસેલ યુવક અકસ્માતે નીચે પડી જતા તેના પર ટ્રેક્ટર ફરી વળ્યું હતું. જેનાં કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી હદાણીની વાડી પંચાસર રોડ ખાતે રહેતા લાલજીભાઇ સવજીભાઇ કંઝારીયાનો પુત્ર ગણેશ ગત તા.૧૭/૦૪/૨૦૨૩ ના સવારના સાડા અગિયારેક વાગ્યાના અરશામાં સુરેશભાઈ જશાભાઈ કંજારીયા (રહે. મોરબી હદાણીની વાડી પંચાસર રોડ તા.જી.મોરબી) સાથે સુરેશભાઈનાં GJ-36-AF-7507 નંબરના ટ્રેક્ટરમાં બેસી મોરબી પંચાસર રોડ મોટી કેનાલ પશાભાઈ જલાભાઈના ખેતરમાં કામ કરતો હતો. ત્યારે આરોપીએ તેનું ટ્રેક્ટર તેણે પુર ઝડપે અને બેદરકારી રીતે ચલાવી ગણેશભાઈને ટ્રેક્ટરના પંખા ઉપરથી અકસ્માતે નિચે પછાડી દઈ છાતીના ભાગે તથા પેટના ભાગે તથા ડાબા પગના ઢીંચણથી પંજા સુધી તેમજ જમણી સાઈડે કમર ઉપર ગંભીર ઈજાઓ પહોંચતાં તેનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જેને લઇ મૃતકના પિતાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!