મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા સર્વિસ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચી બ્રેન હેમરેજ થયું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ હોય ત્યારે મોરબી તાલુકા પોલીસે આરોપી બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પ્રવિણગર નામના યુવક મોટરસાયકલ રજી.નં. જીજે-૧૦-ડીએફ-૯૪૦૧ લઈને વેલ્સા કંપનીમાં નોકરી પર જતાં હતા. તે દરમિયાન જાંબુડીયા હ્યુન્ડાઈ શોરૂમ પાસેના સર્વિસ રોડ ઉપર સામેથી આવતા મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૫૮૫૯ના ચાલકે બેદરકારી અને પુરઝડપે પોતાનું વાહન ચલાવી આવી પ્રવિણગરની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રવિણગરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને બ્રેન હેમરેજ થયું હતું. અક્ષણતના બનાવ મામલે શૈલેષગર અરજણગર રામદતી રહે. નાની વાવડી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરસાયકલ નં. જીજે-૩૬-એએન-૫૮૫૯ના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









