Wednesday, March 25, 2026
HomeGujaratહળવદમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવકનો આતંક, ઘરમાં ધારીયા સાથે ઘુસી પરિવારને ધમકી...

હળવદમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવકનો આતંક, ઘરમાં ધારીયા સાથે ઘુસી પરિવારને ધમકી આપી

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં એક યુવક દ્વારા ધારીયા સાથે આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ ફળીયામાં ઘૂસી પરિવારના સભ્યોની ગેરહાજરીમાં ધમકી આપ્યા બાદ, પરિવારના સભ્યો ભેગા થઈ સમજાવવા ગયા ત્યારે આરોપીએ હુમલો કરી એકને ઈજા પહોંચાડી હતી. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા તુલશીબેન ઉર્ફે મનીષાબેન નંદેસરીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી સુનીલ ઉર્ફે ભોલો ઝીંઝુવાડીયા રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળો ગત તા.૨૩/૦૩ના રોજ ધારીયું લઈને તેમના ઘરના ફળીયામાં ઘૂસી આવ્યો હતો અને તેમના પતિ તથા અન્ય સગાઓ અંગે પૂછપરછ કરી ઝગડો કરવાની વાત કરી ચાલ્યો ગયો હતો.

આ અંગે પરિવારજનોને જાણ કર્યા બાદ તુલશીબેન, તેમના પતિ અને અન્ય સગાઓ આરોપીના ઘરે સમજાવવા ગયા હતા. તે સમયે આરોપીએ પોતાના હાથમાં રહેલા ધારીયાના હાથાથી તુલશીબેનના પતિ કિશનભાઈના ડાબા હાથના કાંડાના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીએ ગાળો આપી કહ્યું કે, ‘ફરી આવી રીતે સમજાવવા આવશો’ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાને પગલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!