Tuesday, April 7, 2026
HomeGujaratમોરબીમાં સીરામીક કારખાનામાં ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું કરુણ મોત

મોરબીમાં સીરામીક કારખાનામાં ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું કરુણ મોત

મોરબી-૨ સાયન્સ કોલેજ પાછળના વિસ્તારમાં આવેલા વિન્ટેજ સીરામીક કારખાનામાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફામ ગતિએ ચલાવી આવી ગાઈડ કરતા યુવકને હડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં યુવકની છાતી ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હાલ મૃતકના કાકાની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-૨ વિસ્તારમાં સાયન્સ કોલેજ પાછળ આવેલ વિન્ટેજ વિટ્રીફાઇડ સીરામીક કારખાનામાં ૨૬ વર્ષીય મયુરભાઈ જેસીંગભાઈ ચૌહાણ રહે.જવાહર સોસાયટી શેરી નં.૩ વાળાનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક મયુરભાઈ બહારના રાજ્યમાંથી આવતા ટ્રક ડ્રાઈવરોને કારખાના બતાવવાનું ગાઈડનું કામ કરતા હતા. ત્યારે ગત તા. ૪ એપ્રિલના રોજ બપોરે મયુરભાઈ એક ટ્રક ડ્રાઈવરને કારખાનું બતાવવા ગયા હતા. આ દરમિયાન ટ્રક નં. ટીએન-૫૨-એબી-૦૨૨૦ ના ચાલકે કારખાનામાંથી ટ્રક બહાર કાઢતી વખતે બેફામ અને ગફલતભરી રીતે વાહન ચલાવી આવી, મયુરભાઈને હડફેટે લીધા હતા, જેના કારણે ટ્રકનું ટાયર તેમના શરીર પર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં તેમને છાતી, માથા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!