મોરબી-૨: ઇન્દિરાનગર વિસ્તારમાં ૩૦ વર્ષીય યુવક છત પર બેસેલ તે સમયે અચાનક ચક્કર આવતા નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવારમાં લાવતા જ્યાં ચાલુ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલ પાછળ ઇન્દિરાનગરમાં રહેતા દીપકભાઈ હરીભાઈ પરમાર ઉવ.૩૦ ગત તા.૨૧/૧૧ ના રોજ રાત્રે આશરે સવા આઠ વાગ્યે પોતાના મકાનની છત ઉપર બેસવા ગયા હતા. તેઓ છતની પારાપેટ પાસે બેઠેલા હતા તે સમયે અચાનક ચક્કર આવતા નિયંત્રણ ગુમાવી નીચે પટકાયા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પરિવારજનો તરત જ મોરબીની સદભાવના હોસ્પિટલ બાદ આયુષ હોસ્પિટલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન દીપકભાઈનું તા.૨૨/૧૧ ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ મામલે બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે









