મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા ફ્રૂટની લારીના વેપારી ઉપર નજીવી બાબતે હુમલો થયો હતો, જેમાં રમજાન મહિનામાં ગરીબો માટેની કરીયાણાની કીટ બાબતે કરવામાં આવેલ ટિપ્પણીનો ખાર રાખી વિપરી યુવકને ગાળો આપી લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, ત્યારે વેપારી યુવકે પોતાના ઉપર થયેલ હુમલા બાબતે ગામના જ એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના આમરણ ગામે દાવલશા વાસમાં રહેતા ઈકબાલ બાવામિયા બુખારી ઉવ.૩૦ એ મોરબી સરકારી હોસ્પિટલના બિછાનેથી તાલુકા પોલીસ સમક્ષ આરોપી જાકીરમીયા રજાકમીયા બુખારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે અનુસાર આરોપીના ભાઈ સરફરાજમીયાને રમજાન મહીનામાં ગરીબોને વેચવા માટેની કરીયાણાની કીટ આવેલ હોય તે બાબતે ફરીયાદી આરોપીના ભાઈની હલકાઈ કરતા હોય તે બાબતનો ખાર રાખી ગઈ તા.૨૨/૦૪ના રોજ રાત્રીના ફરિયાદી આમરણ ગામના બસ સ્ટેન્ડથી ધૂળકોટ જવાના રસ્તે ગોલાની લારીએ ગોલો ખાઈ રહ્યા હોય, ત્યારે આરોપીએ ફરીયાદીને ગાળો આપી ગાલ ઉપર લાફા મારી લાકડાના બડીકાથી માર માર્યો હતો, ત્યારે આ દરમિયાન આજુબાજુ લોકો ભેગા થઈ જતા, ફરિયાદીને વધુ મારથી છોડાવેલ, ત્યારે ફરિયાદીને થયેલ મૂંઢ ઇજાઓ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, હાલ પોલીસે ઉપરોક્ત આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.