Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયા(મી.)નાં હંજીયાસર ગામે શેરીમાં ઘર પાસેથી નીકળવા મામલે બે શખ્સોએ યુવાનને માર...

માળીયા(મી.)નાં હંજીયાસર ગામે શેરીમાં ઘર પાસેથી નીકળવા મામલે બે શખ્સોએ યુવાનને માર માર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાના જુના હંજીયાસર ગામે રહેતા હાજીભાઇ અબ્દુલભાઈ મોવર(ઉ.વ.૪૫)એ માળિયા(મી.) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૭નાં રોજ સાંજનાં સમયે તેને આરોપી રહીમ રાયબ મોવર (રહે.હંજીયાસર) વાળાને પોતાની શેરીમાં પોતાના ઘર પાસેથી નીકળવાની નાં પાડતા આરોપી રહીમ અને એક અજાણ્યા શખ્સેે તે બાબતનો ખાર રાખી ફરિયાદી હાજીભાઇ મોવરને ગાળો આપી આરોપી રહીમે કપાળના ભાગે પાઈપ વડે ઈજા કરી આરોપી અજાણ્યા ઇસમે ધોકા વડે માર મારી બંને હાથમાં મુંઢ ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ માળિયા(મી.) પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!